ફેક કાર રજિસ્ટ્રેશન રેકેટ: કપિલ શર્માએ દિલીપ છાબરિયા વિરુદ્ધ નિવેદન નોંધાવ્યું, DC પાસે વેનિટી વેન ડિઝાઈન કરાવી હતી

DC ડિઝાઈનના ઓનર તથા લોકપ્રિય કાર ડિઝાઈનર દિલીપ છાબરિયાના કથિત છેતરપિંડી કેસમાં કોમેડિયન કપિલ શર્માને મુંબઈ પોલીસના ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટે સમન્સ પાઠવ્યું છે. કપિલની પાસે પણ દિલીપ છાબરિયાએ ડિઝાઈન કરેલી વેનિટી વેન છે. API સચિન વાજે સમક્ષ કપિલ શર્મા પૂછપરછ માટે હાજર થયો હતો.

CIU ઓફિસમાં પૂછપરછ માટે આવેલા કપિલ શર્માએ કહ્યું હતું, ‘DCની ધરપકડ બાદ મને ખ્યાલ આવ્યો કે મારી વેનિટી વેન બનાવતા સમયે કંઈક ફ્રોડ થયો છે. ત્યારબાદ મેં કેસ કર્યો હતો. આજે આ કેસના સંદર્ભે પૂછપરછ માટે આવ્યો હતો.’

CIUની ઓફિસ બહાર મીડિયા સાથે વાત કરતો કપિલ શર્મા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *