હોલિવૂડનું ફેમસ કપલ અલગ થશે: કિમ કર્દાશિયન અને રેપર કાન્યે વેસ્ટ વચ્ચે વિવાદ, કિમ પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે

હોલિવૂડ સ્ટાર કિમ કર્દાશિયન બહુ જલ્દી તેના પતિ અમેરિકી રેપર કાન્યે વેસ્ટ સાથે ડિવોર્સ લેશે, બંને વચ્ચે થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કપલ છેલ્લાં કેટલાંક મહિનાઓથી અલગ પણ રહે છે. 40 વર્ષીય કિમ કર્દાશિયન તેના 4 બાળકો સાથે લોસ એન્જેલસમાં પોતાના ઘરે રહે છે. તો 43 વર્ષીય કાન્યે વેસ્ટ વ્યોમિંગમાં તેના ફાર્મ હાઉસમાં રહે છે. કિમે પતિ પાસેથી ડિવોર્સ લેવા લોસ એન્જેલસની નામી વકીલ લોરા વાસરને હાયર પણ કરી લીધી છે. થોડા દિવસ પહેલા બંને વેડિંગ રિંગ પહેર્યા વગર પણ જોવા મળ્યા હતા. કિમના આ ત્રીજા ડિવોર્સ છે. તેણે પોતાના કરિયર પર ફોકસ કરવા 7 વર્ષના રિલેશનને ખતમ કરવાનો નિર્ણય કરી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *