શેરબજાર:સેન્સેક્સ 81 અંક ઘટ્યો, નિફ્ટી 14137 પર બંધ; ટાઈટન કંપની, નેસ્લેના શેર ઘટ્યા

ગુરુવારે સેન્સેક્સ 81 અંક ઘટીને 48093 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 8 અંક ઘટીને 14137 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, બજાજ ફીનસર્વ, લાર્સન સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 3.75 ટકા વધીને 545.30 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 3.22 ટકા વધીને 952.05 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, નેસ્લે, HUL, ઈન્ફોસિસ, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 2.03 ટકા ઘટીને 1542.40 પર બંધ રહ્યાં હતા. નેસ્લે 2.00 ટકા ઘટીને 18139.75 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં તેજી
આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઇ ઈન્ડેક્સ 485 અંક વધી 27541 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 12 અંકના વધારા સાથે 3563 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 64 અંકના ઘટાડા સાથે 27,628 પર કારોબાર કરી રહ્યો છે.

બુધવારે માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું
ગઈકાલે સેન્સેક્સ 48,174.06 અને નિફ્ટી 14,146.25ના નીચના સ્તરે બંધ થયા હતા. શરૂઆતના વધારા પછી બજારમાં બપોર પછી ભારે ઘટાડો નોંધાયો હતો. એમાં રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ITCના શેર 2-2 ટકાથી વધુ ઘટ્યા હતા. બુધવારે BSE પર 3233 કંપનીના શેરમાં કારોબાર થયો હતો, જેમાંથી 1567 શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો, એટલે કે એક્સચેન્જ પર 48 ટકા શેર ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે રોકાણકારોએ બેન્કિંગ, રિયલ્ટી અને મેટલ શેરમાં ખરીદી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *