Valentine Special: Silver Screen પર એકતરફી પ્રેમ પરવાન ચઢ્યો…આ ફિલ્મોએ રૂપેરી પડદે સર્જાયા અનેક રેકોર્ડ

અમદાવાદઃ કપલ્સ પર તો ઘણી વાતો કરી પરંતું આ વેલેન્ટાઈન વીક પર જાણો એકતરફી પ્રેમ વિશે: બોલિવૂડની એવી ફિલ્મો જેમાં બતાવાઈ છે એક તરફી પ્રેમની લાજવાબ કહાનીઓ…અહીં જાણો એકથી એક ચડિયાતી ફિલ્મો જેમાં એકતરફી પ્રેમ દર્શાવવામાં આવ્યો હોય. ફિલ્મમાં ક્રમાંક એ રીતે રહેશે જેમાં બેસ્ટ ફિલ્મના નામ નીચે આવતા રહેશે.

યે જવાની હૈ દિવાની ( 2013)
અયાન મુખર્જી અને રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ અભિનિત ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’ ફિલ્મ યુવાઓમાં ખાસ લોકપ્રિય રહી હતી. ફિલ્મમાં ફ્રેન્ડશીપ અને સાચા પ્રેમની વાત હતી. રણબીર અને દીપિકાની પ્રેમકહાની વચ્ચે ફિલ્મમાં એક બીજી એક લવસ્ટોરી હતી જે વન સાઈડેડ હતી.  ફિલ્મમાં અદિતી (કલ્કી કોચલીન) જે અવિનાશ ( આદિત્ય રોય કપૂર)ને અનહદ પ્રેમ કરે છે પરંતું તે તેની લાગણી અવિનાશ સામે વ્યકત કરી શકી નથી. ફિલ્મમાં કલ્કી સ્વીકારે છે કે અવિનાશ તેને પ્રેમ નથી કરતો અને તરન ( કૃણાલ રોય કપૂર) તેના માટે પર્ફેક્ટ છે અને અદિતી તરન સાથે લગ્ન કરી લે છે. ડિરકટર અયાન મુખર્જીએ વન સાઈડેડ લવ સ્ટોરીને બહુ સરસ રીતે બતાવી છે.

સ્ટુડન્ટ ઓફ ધ યર ( 2012)
કરણ જોહર ત્રણ નવોદિત કલાકોરને ચમકાવતી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ લઈને આવે છે. અભિમન્યુ (સિદ્ધાર્થ મલ્હોત્રા) સનાયાને ( આલિયા ભટ્ટ) એકતરફી પ્રેમ કરવા લાગે છે. અભિમન્યુ જાણતો હોય છે કે સનાયા રોહન ( વરૂણ ધવન) ને પ્રેમ કરતી હોય છે. રોહન તેનો મિત્ર હોવાથી અભિમન્યુ તેની લાગણીઓ કાબૂમાં રાખે છે. ત્યારબાદ સનાયાને લાગે છે કે વરૂણ તેને સાચો પ્રેમ કરતો નથી. આ ફિલ્મમાં વન સાઈડેડ લવસ્ટોરીનો એંગલ છે અને તેમાં હેપ્પી એન્ડિંગ છે.

PK (2014)
તમને થશે કે PK તો સમાજને સંદેશો આપતી ફિલ્મ છે તો તેમાં એકતરફી પ્રેમની વાત ક્યાથી આવે.. હા પણ અહીં પીકેને (આમીર ખાન)  ખ્યાલ પણ નથી રહેતો કે ક્યારે તેને જગ્ગુ (અનુષ્કા શર્મા) સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં ભલે ‘પીકે’ અન્ય ગ્રહમાંથી આવેલો બતાવ્યો હોય પરંતું તેને પણ લાગણી છે. પીકે અનુષ્કાને પોતાના મનની વાત કહેવા માગે છે પરંતું તેને ખબર પડે છે કે જગ્ગુ સરફરાઝ (સુશાંતસિંહ રાજપૂત) ને પ્રેમ કરતી હોય છે. ફિલ્મના અંતમાં ‘પીકે’ તેના ગ્રહમાં જતો રહે છે અને જગ્ગુને ખબર પડે છે કે પીકે તેને પ્રેમ કરતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *